Shopify વિરુદ્ધ WooCommerce

કૉમર્સ પ્લેટફોર્મ પર ચાલે છે—પ્લગઇન પર નહીં

મજબૂત કન્વર્ઝન, ખર્ચની કાર્યક્ષમતા અને બજારમાં સૌથી પહેલા ઇનોવેશન લાવવાના આધારે, ડેટા એક જ તારણ તરફ ઇશારો કરે છે: Shopify કૉમર્સની રેસમાં સૌથી આગળ છે

હજારો બ્રાંડનો એટલો વિકાસ થયો છે કે તેમના માટે હવે WooCommerce પૂરતું નથી

બ્રાંડ હવે Shopify પર સ્વિચ કરી રહી છે—જે તમારા વ્યવસાયને વિસ્તારવા માટેનું સૌથી ભરોસાપાત્ર ગ્લોબલ કૉમર્સ પ્લેટફોર્મ છે.
  • Rudis logo
  • Thermomix logo
  • Dr. Scholl’s logo
  • Sunology logo
  • Woobles logo
  • Muscle Nation logo
  • T1tan logo

Shopify શા માટે

બ્રાંડ્સ દ્વારા સ્વિચ કરવાનાં 4 કારણો

  1. 1
    સુરક્ષિત અને ભરોસાપાત્ર

    Shopify ડેટાને સુરક્ષિત રાખે છે અને 99.9% અપટાઇમ પ્રદાન કરે છે.

  2. 2
    બહેતર TCO

    સરેરાશ, Shopifyની કુલ માલિકી કિંમત (TCO) WooCommerce કરતાં 36% વધુ સારી છે.

  3. 3
    ઉપયોગમાં સરળ અને ઍજાઇલ

    ટેકનિકલ અવરોધો ઘટાડો અને તમારી ટીમને કોડને બદલે ક્લિકનો ઉપયોગ કરીને વધુ ઝડપથી ફેરફારો કરવા માટે સશક્ત બનાવો.

  4. 4
    વધુ ક્ષમતાઓ

    Shopifyની મજબૂત બિલ્ટ-ઇન સુવિધાઓ અને અત્યંત વિશ્વસનીય ઍપ ઇકોસિસ્ટમ વિકસતી બ્રાંડ માટે બનાવવામાં આવી છે.

સુરક્ષિત અને ભરોસાપાત્ર

Shopifyના ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચલાવો

Shopify તમને સુરક્ષિત એન્ક્રિપ્શન, ઍક્સેસ કંટ્રોલ, ડેટા બૅકઅપ અને નેટવર્ક સુરક્ષા પ્રદાન કરે છે—જેથી તમે તમારી બ્રાંડના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. WooCommerce જેવા ઓપન-સોર્સ પ્લેટફોર્મ પર, તમારી ટીમો જ હોસ્ટિંગ, PCI કમ્પ્લાયન્સ અને સૉફ્ટવેર અપડેટ્સ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે—જેનાથી સાયબર સિક્યોરિટીના સંભવિત જોખમો વધી જાય છે.

33

2023માં WooCommerce પર રિપોર્ટ કરાયેલ નબળાઈઓ, જે બ્રાંડ માટે સુરક્ષા જોખમોને દર્શાવે છે

99.9%

Shopifyનો સરેરાશ અપટાઇમ એ સુનિશ્ચિત કરે છે કે ઑનલાઇન સ્ટોર ગ્રાહકો માટે હંમેશાં ઍક્સેસિબલ હોય.

અમે બધું સંભાળીએ છીએ

ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર પ્રદર્શન

જ્યારે પ્રદર્શનની વાત આવે છે, ત્યારે અમે રેસમાં સૌથી આગળ છીએ. Shopify હાઇ-સ્પીડ પ્રદર્શન અને ઉચ્ચ કન્વર્ઝન રેટ ધરાવતી સાઇટ્સ સાથે વિશ્વભરના 64.4 કરોડથી વધુ ખરીદદારોને સેવા આપે છે. એક વૈશ્વિક અભ્યાસ દર્શાવે છે કે Shopify ચેકઆઉટમાં WooCommerce કરતાં 17% વધુ સારું પ્રદર્શન કરે છે. અને રેકોર્ડ પર 5.5 અબજથી વધુ પ્રોસેસ કરેલા ઑર્ડર સાથે, Shopify તમને માર્કેટમાં અગ્રેસર સ્કેલેબલ ઉકેલો સાથે સશક્ત બનાવે છે.

એન્ડ-ટુ-એન્ડ કમ્પ્લાયન્સ

તમારો બધો ડેટા સુરક્ષિત રાખો

સુરક્ષિત ચુકવણીઓ માટે PCI, છૂટક વેપારીઓ માટે SOC 1, 2, 3 અને ડેટા સુરક્ષા માટે GDPR જેવા ફ્રેમવર્ક સાથેના તમારા કમ્પ્લાયન્સને સક્ષમ કરવાને Shopify પ્રાથમિકતા આપે છે. તેની સરખામણીમાં, WooCommerce પાસે આઉટ-ઑફ-ધ-બૉક્સ PCI, SOC અને GDPR કમ્પ્લાયન્સનો અભાવ છે—જે ઓળખની ચોરી, તમારી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન અને ગ્રાહકો ગુમાવવાના જોખમો વધારે છે—ઉપરાંત સંભવિત મુકદ્દમા, વીમા દાવાઓ અને સરકારી દંડની તો વાત જ અલગ છે.

છેતરપિંડી સુરક્ષા

છેતરપિંડી સામે રક્ષણ મેળવો

Shopify સ્તરવાળી છેતરપિંડી સુરક્ષા ઑફર કરે છે, જેમાં ટોચની ડિટેક્શન સેવાઓ સાથે સિંક થતાં ઇન્ટિગ્રેટેડ છેતરપિંડી વિશ્લેષણ ટૂલ શામેલ છે. ઑર્ડર જોખમ, ચાર્જબૅક અને વધુ વિશેની આંતરદૃષ્ટિ સાથે, અમારા બિલ્ટ-ઇન ઍનાલિટિક્સ તમને સુરક્ષા ભંગ વિના માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે, જે ડેટા સુરક્ષાની ખાતરી આપે છે.

કૉમર્સમાં Shopify સૌથી ઝડપી સર્વર સ્પીડ ધરાવે છે

ઝડપી સાઇટ સ્પીડ આવકથી લઈને ઑપરેશન્સ સુધી દરેક બાબત પર અસર કરે છે. તે તમારા વેચાણને કેવી રીતે અસર કરી શકે છે અને હરીફોની સરખામણીમાં તે ક્યાં ઊભી છે તે જોવા માટે તમારી સાઇટના પ્રદર્શનને માપો.

તમારો કસ્ટમ રિપોર્ટ મેળવો
સાઇટ સ્પીડ ગ્રાફ

બહેતર TCO

Shopify પર વધુ કાર્યક્ષમ બનો

Shopifyની કુલ માલિકી કિંમત (Total Cost of Ownership - TCO) WooCommerce કરતાં 36% વધુ સારી છે. સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ફીથી લઈને પ્લેટફોર્મની સરળતા અને ઉપયોગમાં આસાની સુધી, પોતાની ઑપરેશનલ કાર્યક્ષમતા વધારવા માંગતા વ્યવસાયો માટે Shopify પહેલી પસંદગીનું પ્લેટફોર્મ છે.*

સરેરાશ રીતે WooCommerceની સરખામણીમાં Shopify પર 36% બહેતર TCO

સરેરાશ રીતે WooCommerceની સરખામણીમાં Shopify પર 36% બહેતર TCO

Shopifyની સરખામણીમાં, WooCommerceમાં છે:

49%

સરેરાશ વધુ અમલીકરણ અને સેટઅપ ખર્ચ

32%

સરેરાશ વધુ પ્લેટફોર્મ ફી અને ઈકૉમર્સ સ્ટૅક ખર્ચ

41%

સરેરાશ વધુ ઑપરેટિંગ ખર્ચ

અણધાર્યા ખર્ચ વિશે જાણો

WooCommerce મફત છે (પરંતુ શરતો ધ્યાનથી વાંચો)

એકંદરે, Shopify પર પ્લેટફોર્મ ખર્ચ વધુ સારો છે. પોતે એક પ્લગઇન હોવાને કારણે, WooCommerce આઉટ-ઑફ-ધ-બૉક્સ માત્ર મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરે છે, અને કાર્યક્ષમતા માટે વધારાના પ્લગઇન પર ખૂબ આધાર રાખે છે. ચુકવણી ફી, વધારાના પ્લગઇન અને સૉફ્ટવેરનો ખર્ચ ઉમેરતી વખતે, તમે સરેરાશ રીતે Shopify કરતાં WooCommerce પર પ્લેટફોર્મ અને ટેક સ્ટૅક ખર્ચમાં 32% વધુ ચૂકવશો.

વિલંબ વિના ઑપરેટ કરો

સમાધાનને બદલે સગવડ પસંદ કરો

પ્લેટફોર્મની સરળતા અને ડેવલપર પરના ઓછા આધારને કારણે Shopifyનો એકંદર ઑપરેટિંગ ખર્ચ WooCommerce કરતાં વધુ સારો છે. WooCommerceને બહુવિધ ઍડ-ઑનની જરૂર પડે છે અને WooCommerceમાંથી Shopify પર સ્વિચ કરનાર ઘણી બ્રાંડે જાણ કરી છે કે વસ્તુઓ સરળતાથી ચાલતી રાખવા માટે તેમણે ઇન-હાઉસ કોઈને કામે રાખવા પડ્યા હતા અથવા એજન્સીને આઉટસોર્સ કરવું પડ્યું હતું. આનાથી તમારો ખર્ચ વધી શકે છે અને તમારું કામ ધીમું પડી શકે છે. સરેરાશ, WooCommerceનો ઑપરેશનલ અને સપોર્ટ ખર્ચ 41% વધુ છે.

અસરકારક રીતે અમલ કરો

તમારા સેટઅપ પર બચત કરો

સરેરાશ રીતે, WooCommerceની સરખામણીમાં Shopify પર નવા સ્ટોરફ્રન્ટનું અમલીકરણ 41% વધુ ઝડપી છે. આનું કારણ તમારી સાઇટને બહેતર બનાવવા માટે જરૂરી વધારાના પ્લગઇન અને કસ્ટમાઇઝેશન હોઈ શકે છે. આ તમારા ટેક સ્ટૅકને જટિલ બનાવી શકે છે અને WooCommerce પર તમારા સેટઅપને ધીમું કરી શકે છે. હકીકતમાં, WooCommerceની મર્યાદિત કાર્યક્ષમતા અને જટિલ ઇન્ટિગ્રેશન, જેમ કે API ગેટવેની જરૂર પડવી, તેના કારણે સરેરાશ સેટઅપ ખર્ચ લગભગ 49% વધી જાય છે.

વધુ સારું ROI

અમારો કન્વર્ઝન અભ્યાસ બધું જ સ્પષ્ટ કરે છે

Shopify શ્રેષ્ઠ વૈશ્વિક ચેકઆઉટ ધરાવે છે અને, સરેરાશ, WooCommerce કરતાં તેનો કન્વર્ઝન રેટ 17% વધારે છે. કન્વર્ઝન રેટમાં આ 17%ના તફાવતને એવા પૈસા તરીકે સમજો જે તમે Shopifyને બદલે WooCommerce પસંદ કરીને ગુમાવી રહ્યા છો.

ઉપયોગમાં સરળ અને ઍજાઇલ

એક પ્લગઇન તમારા આખા વ્યવસાયને ચલાવે તે યોગ્ય નથી

યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે, Shopify ઍજિલિટીમાં વધારો કરે છે, જેનાથી તમારો વ્યવસાય જેમ-જેમ વધે તેમ-તેમ માર્કેટના ટ્રેન્ડ અનુસાર અનુકૂલન સાધી શકે છે અને પ્રતિસાદ આપી શકે છે. ટેકનિકલ કુશળતા ન હોવા છતાં, તમારી ટીમો સરળતાથી તમારા સ્ટોરફ્રન્ટને મેનેજ કરી શકે છે. આનાથી વિપરીત, WooCommerce તમારી WordPress સાઇટ માટે પ્લગઇન તરીકે ઑપરેટ કરે છે, જેને બહેતર બનાવવા માટે વધારાના પ્લગઇનની જરૂર પડે છે. જોકે, જ્યારે પ્લગઇનને WooCommerce પર ઇન્ટિગ્રેટ કરવામાં આવે, ત્યારે તે હંમેશાં એકસાથે સારી રીતે કામ કરતા નથી—જેના કારણે નાના ફેરફારો માટે પણ તમારી ટીમોએ ડેવલપર પર આધાર રાખવો પડે છે.

સરળ ઍડમિન મેનેજમેન્ટ

તમારી ટીમના કોઈપણ સભ્ય Shopify ચલાવી શકે છે

Shopifyનું આસાન UI ટેકનિકલ અને બિઝનેસ બંને વપરાશકર્તાઓને સ્વતંત્ર રીતે મૂલ્ય પ્રદાન કરવા માટે સશક્ત બનાવે છે. આનાથી વિપરીત, પ્લગઇન લાગુ કરવા અને અપડેટ કરવા માટે તેમજ સ્ટોરફ્રન્ટમાં ઘણા ફેરફારો માટે WooCommerceમાં ડેવલપરની જરૂર પડે છે. તમારા સ્ટોરફ્રન્ટની ક્વૉલિટી સાથે સમાધાન કર્યા વિના Shopify પાસે “low code” પર ચાલવાની ક્ષમતા છે.

WORDPRESS

Shopify એકદમ સરળતાથી WordPress સાથે ઇન્ટિગ્રેટ થાય છે

બ્રાંડ મોટાભાગે Shopifyની કન્ટેન્ટની ક્ષમતાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તમે અમારા પ્લેટફોર્મ પર રિચ કન્ટેન્ટ બનાવી શકો છો, જે અલગ CMSની જરૂરિયાત ઘટાડે છે. તેમ છતાં, Shopify એકદમ સરળતાથી WordPress સહિત તમામ પ્રકારના હેડલેસ સ્ટોરફ્રન્ટને સપોર્ટ કરે છે. Lullના ડિરેક્ટર ઑફ ઑપરેશન્સ માર્ક નેગેલમેન કહે છે તેમ, “શું અમારી અનન્ય ઓળખ Shopifyના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફિટ બેસશે? જવાબ છે: હા,” જેના લીધે Lullએ સૉફ્ટવેર ખર્ચમાં 25% અને ટેક ખર્ચમાં 10%–15%ની બચત કરી.

અવરોધ વિના વધુ ઝડપથી આગળ વધો

તમામ ઍજિલિટી, એકપણ ટેકનિકલ અવરોધ વિના

Shopifyના પ્રીબિલ્ટ સોલ્યુશન સાથે કામ કરીને તમારા એન્જિનિયરને ઇનોવેશન કરવા માટે સશક્ત બનાવો. ટેકનિકલ અવરોધોને અને WooCommerce પર કસ્ટમ ડેવલપમેન્ટની જરૂરિયાતને દૂર કરો. અમલીકરણ અને જાળવણી પર લાગતો સમય ઘટાડીને, તમે Shopify પર વ્યવસાયિક ઇનોવેશનને વેગ આપી શકો છો.

વધુ ક્ષમતાઓ

Shopify પર આઉટ-ઑફ-ધ-બૉક્સ વધુ સુવિધાઓ મેળવો

Shopify પાસે બેસ્ટ-ઇન-ક્લાસ કૉમર્સ ક્ષમતાઓનો સંપૂર્ણ સ્યૂટ છે, જે તમારા વ્યવસાયને સપોર્ટ કરશે, પછી ભલે તમારી વૃદ્ધિની કોઈ પણ યોજનાઓ કેમ ન હોય. ઍડવાન્સ B2B, પ્રોડક્ટ કન્ફિગરેશન અને માર્કેટિંગ ટૂલ જેવી Shopify પરની સુવિધાઓ એવી કેટલીક સુવિધાઓ છે જે અમે તમારા વ્યવસાયને પ્રદાન કરીશું—અને તે પણ ટેકનિકલ અવરોધો વિના.

100%

Shopify કૉમર્સ-કેન્દ્રિત છે

બિલ્ટ-ઇન ક્ષમતાઓ

તમને જે કંઈપણ જોઈએ છે તે એક જ પ્લેટફોર્મ પર છે

DTC, B2B અને પૉઇન્ટ ઑફ સેલ (POS) માટે Shopifyનું વ્યાપક કૉમર્સ સોલ્યુશન તમારા વ્યવસાયને દરેક રીતે વિકસાવવામાં મદદ કરવા માટે તૈયાર છે. સિમેન્ટિક શોધ, મલ્ટિકરન્સી અને ભાષા મેનેજમેન્ટ, મફત ફર્સ્ટ-પાર્ટી માર્કેટિંગ ટૂલ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા ડેટા મૉડલ જેવી અમારી બિલ્ટ-ઇન સુવિધાઓ બેસ્ટ-ઇન-ક્લાસ કાર્યક્ષમતા પ્રદાન કરે છે, જેથી તમારી ટીમો વધુ ઇનોવેશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને શરૂઆતથી બધું બનાવવાનો તેમનો સમય બચે.

વ્યાપક ઍપ પસંદગી

Shopifyની વિશ્વસનીય ઇકોસિસ્ટમનો લાભ

Shopify તમને 8,000થી વધુ વિશ્વસનીય ઍપનું ઍક્સેસ આપે છે જે પહેલેથી જ બનેલી છે અને ઉપયોગ માટે તૈયાર છે, જેથી તમે કોઈ ડેવલપરની મદદ વિના તમારી વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરતી કાર્યક્ષમતાને વિસ્તારી શકો. WooCommerce પર, કયા પ્લગઇન લિસ્ટેડ છે તેના પર મર્યાદિત નિયંત્રણ હોય છે, અને તેમની જાળવણી કેવી રીતે થાય છે તે વિશે બહુ ઓછી માહિતી હોય છે. બધું એકસાથે સરળતાથી કામ કરે અને સરળતાથી અપડેટ થાય તેની ખાતરી કરવા પર Shopify ધ્યાન કેન્દ્રિત કરે છે.

શા માટે ઓળખ મહત્વપૂર્ણ છે

કૉમર્સના અગ્રેસર પર વિશ્વાસ કરો

તેના વધતા જતા ગ્રાહક આધાર, CMSના વિકલ્પો અને સ્કેલેબિલિટી સાથે, જાણીતા ઍનાલિસ્ટના રિપોર્ટમાં Shopifyને ઈકૉમર્સમાં અગ્રેસર તરીકે ઉચ્ચ રેટિંગ આપવામાં આવ્યું છે. WooCommerceની ધીમી વૃદ્ધિની ગતિ અને મુખ્યત્વે નાના વ્યવસાયો પર કેન્દ્રિત તેના ગ્રાહક આધારને કારણે, તેઓ IDC, Forrester અથવા Gartner જેવા રિપોર્ટમાં જોવા મળતા નથી જે મોટી બ્રાંડની સ્કેલેબિલિટી તરફ લક્ષ્ય ધરાવે છે. ઉપરાંત, કંપનીની WordPress પરની નિર્ભરતા તમારા CMS વિકલ્પોને મર્યાદિત કરે છે, જે તમારા વિકસતા વ્યવસાયની સામે અવરોધ ઊભો કરે છે.

એક સ્પષ્ટ રોડમૅપ

Shopify WooCommerce કરતાં વધુ નવી સુવિધાઓ લૉન્ચ કરે છે

દરેક માટે કૉમર્સ બહેતર બનાવવાના લક્ષ્ય સાથે, Shopifyએ 2021થી Editions દ્વારા વર્ષમાં બે વાર, સેંકડો પ્રોડક્ટ અપડેટ રિલીઝ કર્યા છે. તેનાથી વિપરીત, WooCommerceનો રોડમૅપ અસ્પષ્ટ છે. Shopify પર, અમે તમને નિયમિતપણે અપડેટ થતું, સુરક્ષિત, ઑપ્ટિમાઇઝ કરેલું અને ટકાઉ કૉમર્સ પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ જે તમારા વ્યવસાયના વિકાસ માટે જ બનાવવામાં આવ્યું છે.

વિશ્વસનીય ઈકૉમર્સ પાર્ટનર

Shopifyની કુશળતા શોધવી સરળ છે

તમારા વ્યવસાયને સપોર્ટ કરવામાં મદદ કરવા માટે સેંકડો ગ્લોબલ એજન્સીઓ અને પાર્ટનર Shopifyનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એક Shopify પાર્ટનર, Quickfire Digital એ એક માર્ગદર્શિકા તૈયાર કરી છે, જે જણાવે છે કે શા માટે WooCommerce છોડીને Shopify પર જવાના તમારા નિર્ણયથી તમારા વિકસતા વ્યવસાયને ફાયદો થશે. અન્ય એક Shopify પાર્ટનર, Fyresite એ એક બ્રીફ બહાર પાડી છે જેમાં તેમણે હવેથી WooCommerceનું અમલીકરણ ન કરવાના કારણો જણાવ્યા છે.

R&Dમાં Shopifyનું રોકાણ

અમે દરેક માટે કૉમર્સ બહેતર બનાવવાના અમારા મિશન પર અડગ છીએ. અમારા ગ્રાહકો માટે પ્રોડક્ટમાં સતત સુધારો કરવા માટે Shopifyએ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ (R&D) પર અબજોનો ખર્ચ કર્યો છે.

અબજો

ગ્રાહકો માટે Shopifyના પ્લેટફોર્મને બહેતર બનાવવા માટે રોકાણ કર્યું

800+

2020થી ઉમેરવામાં આવેલ Shopify સુવિધાઓ અને સુધારા

ઍનાલિસ્ટની માન્યતા

નિષ્ણાતો Shopifyને પસંદ કરે છે

2023 Leader in Gartner® Magic Quadrant™
Gartner® Magic Quadrant™ માં 2024ના લીડર

70%

ટોચની 800 વૈશ્વિક DTC બ્રાંડમાં Shopifyનો માર્કેટ શેર

83%

2PM અનુસાર, Shopify પર ઊભરી રહેલી કપડાંની બ્રાંડની સંખ્યા
GARTNER® MAGIC QUADRANT™ નો લોગો

Gartner® Magic Quadrant™

Shopify 2024 Gartner® Magic Quadrant™માં ફરી એકવાર લીડર છે

2024 Gartner® Magic Quadrant™માં સતત બીજા વર્ષે લીડર તરીકે નામ મેળવીને, Shopify કૉમર્સમાં ઉત્કૃષ્ટતા અને ઇનોવેશનની અમારી પરંપરાને ચાલુ રાખે છે.
2PM નો લોગો

2PM

2PMના રિપોર્ટ અનુસાર, WooCommerceની સરખામણીમાં Shopifyનો ઉપયોગ કરતી બ્રાંડની સંખ્યામાં વધારો થયો છે

ન્યૂઝ આઉટલેટ 2PM એ તાજેતરમાં વિશ્વભરની 60થી વધુ ઊભરતી કપડાંની બ્રાંડની ટેક્નોલોજીનું ઑડિટ કર્યું હતું. તેમનું તારણ શું હતું? તેમાંથી 55 બ્રાંડ અથવા 83% Shopify પર છે, જ્યારે તેમાંથી 3% બ્રાંડ WooCommerceના ગ્રાહકો છે.
રિપોર્ટ વાંચો 

નવેમ્બર 2023

IDC નો લોગો

IDC

IDCનું કહેવું છે કે Shopify "એન્ટરપ્રાઇઝ કૉમર્સના કન્સેપ્ટને નવો આકાર આપી રહ્યું છે"

લૉસ ઍન્જલિસમાં આયોજિત Shopifyની એન્ટરપ્રાઇઝ પાર્ટનર સમિટમાં, IDCએ તારણ કાઢ્યું હતું કે “એન્ટરપ્રાઇઝ સેક્ટરમાં Shopifyનો મક્કમ પ્રવેશ” “એન્ટરપ્રાઇઝ કૉમર્સના કન્સેપ્ટને નવો આકાર આપી રહ્યો છે” અને “‘યુનિફાઇડ કૉમર્સ’ ક્ષમતાઓ સાથે પ્રસ્થાપિત એન્ટરપ્રાઇઝ પ્લેયર્સને પડકાર આપી રહ્યો છે.”
રિપોર્ટ વાંચો 

4 ઑક્ટોબર 2023

Your Basket Is Empty નો લોગો

અગ્રણી લોકોના અભિપ્રાય

રિક વૉટ્સનના મતે, ઈકૉમર્સનું ભવિષ્ય Shopify અને Commercetools વચ્ચે રહેલું છે

Your Basket Is Empty પૉડકાસ્ટમાં, રિક વૉટ્સને આગાહી કરી છે કે ભવિષ્યમાં Shopify ઈકૉમર્સ ક્ષેત્રે એક અગ્રણી પ્લેયર હશે.

માઇગ્રેશન પાર્ટનર

સૌથી મોટી કૉમર્સ પાર્ટનર ઇકોસિસ્ટમ સાથે માઇગ્રેટ કરો

શું તમે WooCommerceમાંથી માઇગ્રેટ કરવા માંગો છો? આમાં Shopify પાર્ટનર મદદ કરી શકે છે. અમારા ગ્લોબલ પાર્ટનરને તમારા વિકાસનો માર્ગ મોકળો કરવામાં મદદ કરવા દો.

10,000+

ઍપ અને ટેક્નોલોજી પાર્ટનર

100+

Shopify Plus સર્ટિફાઇડ ઍપ પાર્ટનર

Shopify વિરુદ્ધ WooCommerce વિશે FAQ

Shopify વિરુદ્ધ WooCommerce

વધુ સારાં પરિણામો જોઈએ છે? Shopify પર સ્વિચ કરો

વધુ આવકથી લઈને સતત ઇનોવેશન સુધી, ગ્રાહકો અને ઍનાલિસ્ટ બંને સહમત છે કે Shopify એક અવિવાદિત પસંદગી છે.