વ્યવસાય નામ જનરેટર
AI-જનરેટ કરેલા વ્યવસાયનું નામ બનાવો અને માત્ર થોડી જ સેકન્ડમાં ડોમેન મેળવો.
પરિણામો AI-જનરેટેડ હોય છે અને ઉપયોગ કરતા પહેલાં તેની સમીક્ષા કરવી જોઈએ. કોઈપણ પરિણામના ઉપયોગ માટે તમે જવાબદાર છો.
3 સરળ સ્ટેપમાં તમારા વ્યવસાયનું નામ આપો
01 શોધ
02 પસંદગી
03 વેચાણ
10 સેકન્ડ કે તેથી ઓછા સમયમાં તમારા વ્યવસાયનું નામ આપો
10 સેકન્ડમાં વ્યવસાયનું નામ બનાવતું ટૂલ
એક શાનદાર બ્રાંડ બનાવવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ તમે સેકન્ડોમાં એક ક્રિએટિવ બ્રાંડ નામ મેળવી શકો છો. Shopifyનું મફત નેમિંગ બ્રાંડ જનરેટર તમને તમારી બ્રાંડનું નામ આપવા, ડોમેન નામ સુરક્ષિત કરવા અને તમારો નાનો વ્યવસાય શરૂ કરવા જેવા કાર્યો માત્ર થોડી ક્લિકમાં કરવા દે છે.
તમારી બ્રાંડ માટે વ્યવસાયનું નામ વિચારવું
હવે જ્યારે તમારી પાસે વ્યવસાયનો એકદમ યોગ્ય વિચાર છે, ત્યારે તમારે તમારી બ્રાંડ અથવા પ્રોડક્ટને અનુરૂપ એવું વ્યવસાયનું નામ પસંદ કરવાનો નિર્ણય લેવો પડશે. અમે જાણીએ છીએ કે તમારા વ્યવસાય માટે નામ વિચારવું એ કોઈ સરળ કામ નથી. જ્યારે તમે શરૂઆતથી તમારો આખો વ્યવસાય શરૂ કરી રહ્યા હો, ત્યારે વ્યવસાયનું નામ અલગ હોવું કેટલું જરૂરી છે, તેનું પણ દબાણ હોય છે. જોકે, વ્યવસાયને ટકાવી રાખવા માટે, તમારે તમારા વ્યવસાયના વિચાર સાથે મેળ ખાતું એકદમ યોગ્ય નામ શોધવા માટેના તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.
તમારા નાના વ્યવસાય માટે નામ બનાવતા પહેલાં, તમને શરૂઆત કરવામાં અને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે, આ ત્રણ મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં લો:
તમારી બ્રાંડ: તમારા વ્યવસાયના નામ પરથી, તમે કેવા પ્રકારની બ્રાંડ, પ્રોડક્ટ અથવા સેવાઓ વિકસાવી રહ્યા છો, તે છલકાવું મહત્વપૂર્ણ છે. આનાથી તમે તમારા લક્ષિત પ્રેક્ષકો સમક્ષ કેવી રીતે માર્કેટિંગ કરો છો અને તેમની સાથે કેવી રીતે વાતચીત કરો છો, તેના પર પ્રભાવ પડશે. સમય જતાં આનાથી એક બ્રાંડની ઓળખ પણ બનશે.
તમારું બજાર: તમારા ઉદ્યોગમાં સમાન પ્રોડક્ટ, સેવાઓ અથવા માર્કેટિંગ સામગ્રીનું વિશ્લેષણ કરો. અને અન્ય બ્રાંડ શેનાથી યાદગાર બની છે, તે વિશે વિચારો. ત્યારબાદ, તમારી બ્રાંડ કઈ બાબતને લીધે અન્ય બ્રાંડ કરતા અલગ અને યુનિક બનશે, તે વિચારવા માટે સમાન દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો.
સરળતાથી શોધી શકાય તેવું: વ્યવસાયનું સારું નામ યાદગાર અને શોધવામાં સરળ હોય છે. પરિણામે, તમારે એવા નામો વિશે વિચારવું પડશે જે અમારા ડોમેન નામ જનરેટર, સોશિયલ મીડિયા હૅન્ડલ અને SEOની તકો દ્વારા ઉપલબ્ધ હોય, જેથી તમારા વ્યવસાયને સરળતાથી શોધી શકાય.
જો તમે ઉપયોગમાં સરળ હોય એવું વ્યવસાયનું નામ બનાવનાર ટૂલ શોધી રહ્યા છો, તો Shopifyનું બ્રાંડ નેમિંગ જનરેટર તમને તમારા વ્યવસાય અથવા ઈકૉમર્સ સ્ટોરનું નામ 10-સેકન્ડ કે તેથી ઓછા સમયમાં આપવામાં મદદ કરશે. તમારે બસ તમારા વ્યવસાયને એક શબ્દમાં વર્ણવવાનો છે, તે કીવર્ડને સર્ચ બારમાં દાખલ કરવાનો છે અને બાકીનું કામ નેમિંગ જનરેટર કરશે! અહીં પસંદ કરવા માટે સેંકડો યુનિક વ્યવસાય નામના આઇડિયા ઉપલબ્ધ છે, જેથી તમે તમારા મનપસંદ નામોની સરખામણી કરી શકો અને તમારા વ્યવસાયના વિચાર સાથે સૌથી વધુ અનુકૂળ એવું નામ મેળવી શકો.
વ્યવસાયનું નામ કેવી રીતે પસંદ કરવું
Shopifyનું ઑનલાઇન સ્ટોર નામ જનરેટર સરળતા અને ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે શૉપ નામ જનરેટરનો ઉપયોગ કરો છો, ત્યારે તમને બ્રાંડ બનાવી શકાય તેવા ઘણા સંભવિત વ્યવસાય નામો અને ડોમેન પ્રદાન કરવામાં આવશે, પરંતુ તમારી બ્રાંડ માટે કામ કરતું હોય તેવું નામ શોધવાનું કામ તમારું છે. સૌથી બેસ્ટ નામ કોને કહેવાય તે જાણવું હંમેશા સરળ હોતું નથી. પરંતુ તમે તમારા માટે બનાવેલા વ્યવસાય નામના ક્રિએટિવ આઇડિયાના લિસ્ટમાં નીચે જશો, તેમ તમારી બ્રાંડ માટે શ્રેષ્ઠ નામ કેવી રીતે પસંદ કરવું, તે અહીં જણાવેલ છે:
તમારા નામને યાદગાર બનાવો: ગ્રાહકો તમારા વ્યવસાયના નામને કેટલી હદે યાદ રાખી શકે છે, તેની અસર તેઓ તમારા વ્યવસાયને કેવી રીતે જુએ છે તેના પર મોટી અસર પડે છે. માર્કેટિંગ ફનેલના દરેક પાસાથી લઈને, નવા ગ્રાહકોને આકર્ષિત કરવા અને જૂના ગ્રાહકોને પાછા લાવવા - આ બધું એક સંભવિત ગ્રાહક તમારું નામ કેટલી ઝડપથી યાદ રાખે છે તેની સાથે જોડાયેલું છે.
બ્રાન્ડિંગ: ભવિષ્યમાં તમારી બ્રાંડને વિકસાવતી વખતે તમે જે પણ નિર્ણયો લેશો, તેના માટે તમારું નામ એક બ્લુપ્રિન્ટ હશે. સમય જતાં તમારો લોગો, સ્લોગન અને વેલ્યૂ પ્રપોઝિશન બદલી શકાય છે, પરંતુ તમારી ઑનલાઇન બ્રાંડની તાકાત ગુમાવ્યા વિના તમારું નામ બદલવું અત્યંત મુશ્કેલ છે. એવું નામ પસંદ કરો જે તમારી બ્રાંડ માટે લાંબા ગાળાના વિઝન સાથે વિકસી શકે.
સ્પષ્ટતા: સરળ, સ્પષ્ટ અને સીધું નામ વધુ આકર્ષક હશે અને ગ્રાહકો માટે યાદ રાખવામાં સરળતા રહેશે. જો ગ્રાહકો શરૂઆતમાં તમારી બ્રાંડને સમજી શકતા નથી, તો તેઓ પછીથી તેને યાદ રાખી શકશે તેવી શક્યતા ઓછી છે. બ્રાંડના સારા નામોને વધુ સમજાવવાની જરૂર હોતી નથી. જોકે નામ સ્પષ્ટ હોવું જોઈએ, પરંતુ તે બદલાવને અનુકૂળ હોય તેવું પણ હોવું જોઈએ. એવા નામો જે ખૂબ જ પ્રચલિત હોય અથવા કોઈ ચોક્કસ પ્રોડક્ટનો સીધો ઉલ્લેખ કરતા હોય, તો તે તમને પછીથી મુશ્કેલીમાં મૂકી શકે છે. કંપનીના વિકાસની સંભાવના અને સંબંધિત ઉદ્યોગોમાં પ્રવેશ માટે તમારા વ્યવસાય નામના આઇડિયાનું મૂલ્યાંકન કરવાનું સુનિશ્ચિત કરો.
યુનિકનેસ: જો બ્રાંડનું નામ અલગ નહીં હોય તો ગ્રાહકો તેને યાદ રાખશે નહીં. કૅચી બ્રાન્ડિંગનો અર્થ તમારી જાતને તમારા સ્પર્ધકોથી અલગ કરવી એવો થાય છે અને તે શાનદાર, યુનિક વ્યવસાય નામથી શરૂ થાય છે. એક યુનિક બ્રાંડ નામ જે ગ્રાહકનું ધ્યાન આકર્ષિત કરે છે, તે લાંબા સમય સુધી યાદ રહે છે.
ઉપલબ્ધતા: છેલ્લું પણ મહત્વનું, તમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમારા બ્રાંડનું નામ પહેલેથી લેવાયેલું નથી. કાનૂની જોખમોને બાજુમાં રાખીએ, તો પણ તમારા નામ (અથવા તેના જેવું) સાથેની બીજી બ્રાંડ ગ્રાહકોને મૂંઝવણમાં મૂકી શકે છે અને તમારી ઑનલાઇન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તમારા ડોમેન નામ માટે પણ આ બાબત સાચી છે. તમારું ડોમેન નામ તમારા વ્યવસાયના નામ જેટલું જ યાદગાર અને તમારી બ્રાંડ સાથે સરળતાથી જોડી શકાય તેવું હોવું જોઈએ. જ્યારે તમે કોઈ નામ પસંદ કર્યું હોય, ત્યારે ડોમેનની ઉપલબ્ધતા તપાસવાનું સુનિશ્ચિત કરો અને અમારા ડોમેન નામ જનરેટરની મદદથી શક્ય તેટલી વહેલી તકે વર્કેબલ ડોમેનનો દાવો કરો.
તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ નામ શોધવું અઘરું છે એવું નથી. તમારો વ્યવસાય વધારવા માટે જરૂરી હોય એવી અન્ય તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, અમે Shopifyના બ્રાંડ નામ જનરેટરની મદદથી, તમને તમારા ક્રિએટિવ વિકલ્પો વિશે સરળતાથી જણાવીએ છીએ. એકવાર તમને વ્યવસાયનું નામ કેવી રીતે પસંદ કરવું તે જાણવા મળે, એટલે તમે ઑનલાઇન તમારી સપનાની બ્રાંડ લૉન્ચ કરવાથી માત્ર એક ડગલું દૂર હશો.
તમને પ્રેરણા આપતા વ્યવસાય નામના કેટલાક આઇડિયાનું ઉદાહરણ
તમારા ભવિષ્યમાં શરૂ થનાર વ્યવસાય માટે તમે ઑનલાઇન વ્યવસાય નામ જનરેટરમાંથી કયા પ્રકારના ઉત્તમ પરિણામો મેળવી શકો છો તેનો વધુ ઊંડાણપૂર્વક ખ્યાલ આપવા માટે, અમે વ્યવસાયના નામોના ઉદાહરણની આ સૂચિ તૈયાર કરી છે, જેમાં ઉપર જણાવેલી આદર્શ ગુણવત્તાઓ છે: યુનિક, શોધી શકાય તેવા, સ્પષ્ટ અને યાદગાર. એકવાર તમે નામોની પસંદગી નક્કી કરી લો, ત્યારબાદ તમારે તે નક્કી કરવું પડશે કે તમારી એકંદર બ્રાંડ સાથે કયું નામ શ્રેષ્ઠ રીતે ફિટ થશે. શું તેઓ તમારા પ્રદેશમાં ઉપયોગ માટે રજીસ્ટર થઈ શકે છે અને યોગ્ય ડોમેન નામ ઉપલબ્ધ છે કે નહીં.
- સ્પા પેરાગન
- ગેમડે કૅટરિંગ
- એક્સપ્લોરેશન કિડ્સ
- યોગા પ્રોફેસર
- ડાર્વિન ટ્રાવેલ
- પાર્ટી પ્લેક્સ
- પિઝા ફેક્ટર
- એકોર્ન ક્રાફ્ટ્સ
Shopify વેપારીઓના નામ કઈ રીતે સફળ બને છે
Shopify વેપારીઓના અમારા સર્વેક્ષણમાં વિશ્વભરની ઑનલાઇન શૉપ્સની સફળતાને આગળ વધારતા હજારો અદ્ભુત અને યુનિક વ્યવસાયના નામો શોધી કાઢવામાં આવ્યા છે. ગ્રાહકો તમારી વેબસાઇટની મુલાકાત લે તે પહેલાં જ, એક શાનદાર નામ તમારી બ્રાંડ માટે ઘણું બધું કામ કરી શકે છે.
સામાન્ય શબ્દસમૂહો પર આધારિત નામો ખૂબ જ યાદગાર હોય છે અને Monkey’s Uncle પણ તેમાંથી એક છે, જે પેન્સિલવેનિયા સ્થિત આ ગ્રાફિક ટી-શર્ટ શૉપમાં ઉત્સાહ અને મજા લાવે છે. આ શબ્દસમૂહનો ઉપયોગ મોટાભાગે આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરવા માટે થાય છે, જે યુનિક ટી-શર્ટની ડિઝાઇન રાખતા સ્ટોર માટે એકદમ યોગ્ય છે.
માલિક ડેરિક મોર્ગન કહે છે કે, "અમારા પુત્ર બ્રેડન દ્વારા પ્રેરિત થઈને, જેને ત્રણ વર્ષની ઉંમરે ઑટિઝમ હોવાનું નિદાન થયું હતું, અમે જાણતા હતા કે ડૉક્ટરની મુલાકાતો અને થેરાપીની અપોઇન્ટમેન્ટ્સ માટે અમને સમયની ફ્લેક્સિબિલિટીની જરૂર પડશે. અમારા નાના વ્યવસાયનું સ્વપ્ન શરૂ કરવા માટે અમે રમતગમત પ્રત્યેના અમારા પ્રેમને એકસાથે જોડ્યો. બ્રેડનને બધી ઍનિમેટેડ ફિલ્મો ગમે છે અને મેડાગાસ્કર ફિલ્મમાં એક સીન છે જેમાં વાંદરો અને પેંગ્વિન દલીલ કરી રહ્યા હોય છે. પેંગ્વિન કહે છે કે, 'સારું, હું વાંદરાનો કાકો બનીશ (વેલ આઈલ બી અ મંકીઝ અંકલ)!' જેને જોઈને બ્રેડન દર વખતે ખૂબ હસતો. અમને લાગ્યું કે આ સ્ટોર માટે એક ક્યૂટ નામ બની રહેશે અને લોકોને તેના વિશે વધુ પૂછવા માટે પ્રેરિત કરશે."
વ્યવસાય નામ જનરેટર વિશે FAQ
Shopify સાથે શરૂઆત કરો
3 દિવસ માટે મફત
₹20માં તમારી ટ્રાયલ લંબાવો
₹2,30,000 સુધીની ક્રેડિટ મેળવો
તમે Shopifyના માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા સંમત થાઓ છો.