બ્રાંડેડ ઇમેઇલ સરળતાથી ડિઝાઇન કરો

તમારી બ્રાંડને ચમકાવતા સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવા ટેમ્પ્લેટ અને ડ્રેગ-એન્ડ-ડ્રોપ એડિટરની મદદથી થોડી જ મિનિટોમાં સુંદર બ્રાંડેડ ઇમેઇલ બનાવો.

ટેમ્પ્લેટનો ઉપયોગ કરો અને કોડિંગ કરવાનું ટાળો

પહેલેથી બનેલા ઘણાબધા ટેમ્પ્લેટમાંથી પસંદગી કરો, જે ઑટોમૅટિક રીતે તમારા સ્ટોરમાંથી સીધા તમારા ઇમેઇલ પર બ્રાન્ડિંગ, પ્રોડક્ટ અને કિંમત ખેંચી લાવે છે. અથવા તમારી બ્રાંડમાં બંધ બેસતા મેસેજ વડે SMS ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો.

આંખના પલકારામાં ઇમેઇલ ઑટોમેટ કરો

હજુ વધુ એન્ગેજમેન્ટ મેળવવા માટે Shopify Messaging સાથે ઑટોમેશનનો ઉપયોગ કરો. ઑટોમેશન ટેમ્પ્લેટમાંથી પસંદ કરો, ઇમેઇલ એડિટ કરો, ઑટોમેશન ચાલુ કરો અને તમારા વ્યવસાયને આગળ વધતો જુઓ.

ઝુંબેશ મેનેજ કરો

જે પ્લેટફોર્મ પર તમે તમારી ઇમેઇલ ઝુંબેશ ચલાવવા માટે ભરોસો કરો છો તે જ પ્લેટફોર્મ પરથી SMS માર્કેટિંગ વડે તમારી ચેનલને વિસ્તૃત કરો.

ધ્યાન ખેંચે તેવા ઇમેઇલ બનાવો

સરળતાથી બનાવો

તમારી બ્રાંડથી શરૂઆત કરો

તમારા લોગો, પ્રોડક્ટ અને સ્ટોરના રંગ ઑટોમૅટિક રીતે ઇમેઇલ ટેમ્પ્લેટ પર લાગુ થાય છે, જેથી શરૂઆત કરવી સરળ રહે છે.

AI સાથે વધુ ઝડપથી ઇમેઇલ બનાવો

પહેલાંથી મોજૂદ ટેમ્પ્લેટથી શરૂઆત કરો, બેસ્ટ સેલર અને તાજેતરમાં ઉમેરેલી પ્રોડક્ટ બતાવવા માટે ડાયનેમિક પ્રોડક્ટ વિભાગો ઉમેરો અને બ્રાંડને અનુરૂપ કૉપી જનરેટ કરવા માટે Sidekick નો ઉપયોગ કરો.

ચેકઆઉટની ગતિમાં વધારો કરો

કોઈપણ ઇમેઇલમાં એક્સપ્રેસ ચેકઆઉટ બટન ઉમેરો અથવા ગ્રાહક સીધા જ તમારા ઇમેઇલથી તમારી પ્રોડક્ટ ખરીદી શકે તેના માટે ટેમ્પ્લેટનો ઉપયોગ કરો.
બ્રાંડ સાથે મેળ ખાતા ચેકઆઉટ બટનને કસ્ટમાઇઝ કરવાના વિકલ્પ આપતા ઍડમિન ઇન્ટરફેસની બાજુમાં આઇ-ક્રીમ માટે સરળ પ્રોડક્ટ પેજની છબી.

ઝડપથી ઇમેઇલ ઑટોમેટ કરો

માર્કેટિંગ ઑટોમેશન વર્કફ્લો દર્શાવતું ઍડમિન ઇન્ટરફેસ જેમાં ગ્રાહકના સબ્સ્ક્રિપ્શન મારફતે એડિટ કરવાના વિકલ્પ સાથે ‘ગુડ સ્કીન ક્લબ’ સ્વાગત ઇમેઇલને ટ્રિગર થતાં બતાવાય છે.

પહેલેથી બનેલા ટેમ્પ્લેટ વાપરો

વેલકમ, વિનબેક અને અપસેલ ઇમેઇલ જેવા તૈયાર ઑટોમેશનમાંથી પસંદ કરો. પહેલેથી પસંદ કરેલી શરતો, ટ્રિગર અને ક્રિયાઓની મદદથી થોડીક જ ક્લિક કરીને ઑટોમેશન એક્ટિવ કરો.

કસ્ટમ વર્કફ્લો બનાવો

તમારી જરૂરિયાત મુજબ ઑટોમેશનને કસ્ટમાઇઝ કરો. ટ્રિગર અને શરતો સેટ કરો, પછી કસ્ટમ વર્કફ્લો બનાવવા માટે કોઈ કન્ડીશનલ લૉજિક અથવા વેઇટ સ્ટેપ ઉમેરો.

તમારા વ્યવસાયનો વિકાસ કરો

વારંવાર થતાં કાર્યોને ઑટોમેટેડ વિકાસમાં રૂપાંતરિત કરો. ઑટોમેશન કેવું પ્રદર્શન કરી રહ્યા છે તેનું વિશ્લેષણ કરો અને ગ્રાહકોનું એન્ગેજમેન્ટ વધારવા માટે વર્કફ્લોમાં ફેરફાર કરો—આ બધું તમે Shopify પ્લેટફોર્મની અંદર કરી શકો છો.

આત્મવિશ્વાસ સાથે મોકલો

તમારા પ્રાપ્તકર્તાને પસંદ કરો

તમારા ગ્રાહકોની યાદીમાંથી અથવા ગ્રાહક સેગમેન્ટમાંથી પસંદગી કરો, તમારો ઇમેઇલ પર્સનલાઇઝ કરો અને યોગ્ય મેસેજ સાથે યોગ્ય ઑડિયન્સ સુધી પહોંચો.

તમારા કામનું પૂર્વાવલોકન કરો

મોકલતાં પહેલાં, ગ્રાહકના ઇનબૉક્સમાં તે બરાબર કેવો દેખાશે તે જોવા માટે તમારા ઇમેઇલનું પૂર્વાવલોકન કરો.

યોગ્ય સમયે ગ્રાહકો સુધી પહોંચો

તમારા સ્ટોર પર ઑટોમૅટિક રીતે વધારે ક્લિક-થ્રુ રેટ લાવવા માટે Sidekick દ્વારા પાવર-અપ કરેલ મેસેજ મોકલવાનો ભલામણ કરેલ સમય પસંદ કરો.

વિશ્લેષણ કરો અને વિકસિત થાઓ

માર્કેટિંગ ડેશબોર્ડના ઍબ્સ્ટ્રેક્ટ કરેલ ઘટકો, જેમાં મોકલેલ ઇમેઇલ, ઓપન રેટ, કન્વર્ઝન રેટ, ડિલિવરી રેટ અને ઇમેઇલ કન્વર્ઝન ફનલના ડેટાની સાથે વેચાણ જેવા મેટ્રિક બતાવવામાં આવ્યા છે.

Shopify સાથે તમારો વ્યવસાય ચલાવો

જ્યાંથી તમે પ્રોડક્ટ, ગ્રાહકો અને અન્ય ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશને મેનેજ કરો છો, તે જ જગ્યાએથી ઇમેઇલ મોકલો અને ટ્રૅક કરો.

તમારી ઝુંબેશના પ્રદર્શનને સમજો

તમારો ડેટા તમારા પોતાના નિયંત્રણમાં રાખો. ઓપન રેટ, વેચાણ અને ઘણું બધું જોવા માટે તમારા ડેશબોર્ડ પરથી પગલાં લેવા યોગ્ય રિપોર્ટ મેળવો.

તમારા પરિણામોને બહેતર બનાવો

દરેક ઇમેઇલ ઝુંબેશની સાથે, તેના પરિણામનું વિશ્લેષણ કરો અને સમય જતાં તમારા અભિગમને રિફાઇન કરવા માટે નવી ડિઝાઇન, ઑફર અથવા મેસેજિંગ અજમાવો.

SMS માર્કેટિંગ

SMS માર્કેટિંગ વડે કનેક્ટ થાઓ અને કન્વર્ટ કરો

ઉચ્ચ ઓપન રેટ માટે પ્રોત્સાહિત કરતા સમયસરના ઑફર અને અપડેટ ધરાવતા SMS માર્કેટિંગ મેસેજ મોકલો. નિષ્ણાતે બનાવેલા ટેમ્પ્લેટનો ઉપયોગ કરીને ઝડપથી ઝુંબેશ બનાવો, તમે જે મોકલો તેના માટે જ ચુકવણી કરો અને તે ઇમેઇલ મેટ્રિકની સાથે કેવું પ્રદર્શન કરે છે તે ટ્રૅક કરો.

SMS માર્કેટિંગ હવે પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે.

Shopify Messaging ની કિંમત નિર્ધારણ કઈ રીતે કામ કરે છે

મફતમાં શરૂઆત કરો, ત્યારબાદ તમે જે વાપરો તેના માટે જ ચુકવણી કરો

તમે દર મહિને 10,000 સુધી મૅન્યુઅલ અથવા ઑટોમેટેડ ઇમેઇલ મફતમાં મોકલી શકો છો. તે પછી તમે જેનો ઉપયોગ કરો માત્ર તેના માટે જ વધારાના દર 1,000 ઇમેઇલ દીઠ $1 USD (અથવા વધારાના દરેક ઇમેઇલ દીઠ $0.001 USD) લેખે ચુકવણી કરો.

પ્રતિબદ્ધતા મુક્ત કિંમત નિર્ધારણ

Shopify Messaging બધા જ Shopify પ્લાન પર ઉપલબ્ધ છે. કોઈ માસિક કમિટમેન્ટ નથી અને તમને SMS સહિત Shopify Messaging ના તમામ ફીચરનો ઍક્સેસ મળશે.

તમે જેમ વિકાસ કરશો તેમ બહેતર કિંમતો અનલૉક કરો

દર મહિને તમારા પ્રથમ 3,00,000 ઇમેઇલ પછી, તમારે ઑટોમૅટિક રીતે વધારાના દરેક ઇમેઇલ પર ઓછા દર ચૂકવવા પડશે.
વૉલ્યુમ પ્રાઇસિંગ વિશે વધુ જાણો.

આ મહિને તમે કેટલા ઇમેઇલ મોકલશો?

આ મહિનાની કિંમત$0USD
0

ઇમેઇલની સંખ્યા

SMS માર્કેટિંગનો ચાર્જ અલગથી લેવામાં આવે છે.

Shopify Messaging સાથે શરૂઆત કરવા માટેના રિસોર્સ

હેલ્પ સેન્ટર

ઝુંબેશ બનાવવા માટે ત્વરિત જવાબો અને માર્ગદર્શિકા સાથેના પગલાં શોધો.

હેલ્પ સેન્ટરની મુલાકાત લો 

Sidekick

ઉચ્ચ-કન્વર્ટિંગ ઇમેઇલ ઝુંબેશને વધુ ઝડપથી બનાવવા માટે AI નો ઉપયોગ કરો.

વધુ જાણો 

બ્લોગ

બ્લોગ પર નવીનતમ મેસેજિંગ ઝુંબેશની વ્યૂહરચના વિશે જાણો.

બ્લોગ વાંચો 

આજે જ Shopify Messaging પર વિશ્વાસ કરતા 5 લાખથી વધુ ઉદ્યોગસાહસિકો સાથે જોડાઓ

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.