Shopify ઑટોમેશન

ગ્રાહકો સાથે ઑટોમૅટિક રીતે કનેક્ટ થાઓ

હંમેશાં ચાલુ રહેતા માર્કેટિંગ ઑટોમેશન બનાવો અને કસ્ટમાઇઝ કરો, જેથી તમે ગ્રાહકોને તેમની સફરના દરેક તબક્કે સાંકળી શકો અને તમારા બિઝનેસની વૃદ્ધિને ગતિ આપી શકો.

શું તમારો Shopify સ્ટોર નથી? મફત ટ્રાયલ શરૂ કરો.

'Welcome new subscribers' નામનું એક વર્કફ્લો ઑટોમેશન છે, જેમાં ડાબી બાજુએ ગ્રાહકે ઇમેઇલ માર્કેટિંગ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય તે દર્શાવતું ટ્રિગર છે, જે એક તીર દ્વારા નીચેની ક્રિયા સાથે જોડાયેલું છે. આ ક્રિયા માર્કેટિંગ ઇમેઇલ મોકલવા વિશે છે. બૅકગ્રાઉન્ડમાં Soap Club કંપની માટે એક નમૂનારૂપ ઇમેઇલ છે.

અસરકારક ઑટોમેશન બનાવો

આ ઇમેજમાં Shopify સાથેનું માર્કેટિંગ ઑટોમેશન અને તમે તમારા એડમિન ડેશબોર્ડ પરથી પરિણામોને કઈ રીતે ટ્રેક કરી શકો છો તે દર્શાવવામાં આવ્યું છે.

કસ્ટમ ઑટોમેશન

તમારા બિઝનેસની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સરળ ટ્રિગર-શરત-ક્રિયા ધરાવતા ઇન્ટરફેસ વડે કસ્ટમ ઑટોમેશન બનાવો.

ગ્રાહકની સફર માટેના ટેમ્પ્લેટ

સ્વાગત અને વિનબેક ઑટોમેશનથી લઈને પ્રથમ-ખરીદીના અપસેલ સુધી, કૉમર્સ માટે બનાવેલા ઉપયોગ માટે તૈયાર ટેમ્પ્લેટ મેળવો.

ઝડપી અને ભરોસાપાત્ર

Shopify ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત, તમારા સંદેશાઓ ગ્રાહકો સુધી કોઈપણ વિલંબ વિના પહોંચશે — સિવાય કે તમે તે વિલંબ માટે આયોજન કર્યું હોય.

યોગ્ય સમયે સંપર્ક કરો

ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરવાથી લઈને તેમનો પ્રથમ ઑર્ડર કરવા સુધીની સફરની અને વચ્ચેના દરેક માઇલસ્ટોનની મહત્વપૂર્ણ ક્ષણો પર ગ્રાહકો સાથે કનેક્ટ થવા માટે ઑટોમેશન શરૂ કરો અને ચલાવો.
ગ્રાહકો ખરીદી કરી લે તે પછી તેમનો આભાર માનવા માટેના એક વર્કફ્લો ઑટોમેશનમાં, જ્યારે ઑર્ડર બનાવવામાં આવે ત્યારે શરૂ કરવા માટેનું ટ્રિગર, 1 દિવસ રાહ જોવાની શરત, ઑર્ડરની સંખ્યા 1 જેટલી છે કે નહીં તે તપાસવાની અન્ય એક શરત અને માર્કેટિંગ ઇમેઇલ મોકલવા માટેની ક્રિયા છે.

શરતો પસંદ કરો

તમારો સંદેશ યોગ્ય સમયે યોગ્ય ગ્રાહક સુધી પહોંચવાની શક્યતાઓ વધારે તેવી શરતોના આધારે ઑટોમેશન કઈ રીતે ચાલવા જોઈએ તે નક્કી કરો. ઑર્ડર આપવામાં આવે કે ડિલિવરી કરવામાં આવે તે પહેલાં, અથવા તો કોઈ ખાસ પ્રસંગે સંદેશ મોકલો.

સમય અને કૂલ-ડાઉન પિરિયડ સેટ કરો

છેલ્લી ખરીદી જેવી અગાઉની કોઈ ક્રિયાના આધારે પણ, ગ્રાહકો સુધી સંદેશાઓ ક્યારે પહોંચવા જોઈએ તે નક્કી કરો. તમારા વર્કફ્લોમાં સંદેશાઓ વચ્ચે અંતર રાખવા અને ઇમેઇલ મોકલવાનો યોગ્ય ક્રમ બનાવવા માટે વેઇટ સ્ટેપ (પ્રતીક્ષાનો સમય) શામેલ કરો.

પોતાની મેળે જ ચાલતા ઇમેઇલ બનાવો

થોડી જ મિનિટોમાં શરૂઆત કરો

ઇમેઇલ ઑટોમેશન ટેમ્પ્લેટમાંથી પસંદગી કરો, સામગ્રીને પર્સનલાઇઝ કરો અને મોકલવાનું શરૂ કરો. ઇમેઇલ્સમાં તમારા લોગો અને બ્રાન્ડિંગનો પહેલેથી જ સમાવેશ કરેલો હોય છે.

ટ્રેક કરો, પરીક્ષણ કરો અને વિકાસ કરો

ઇમેઇલ એન્ગેજમેન્ટ, વેચાણ અને અન્ય ઍક્શનેબલ રિપોર્ટ્સ વડે સમજો કે ઇમેઇલ ઑટોમેશન કેવું પ્રદર્શન કરી રહ્યાં છે.

ઓછા સમયમાં વધુ કામ કરો

તમારા ઑટોમેશન ચાલુ કરો અને પછી તેમને ચાલવા દો. વારંવાર મેન્યુઅલ રીતે ઇમેઇલ ઝુંબેશ બનાવવાની કોઈ જરૂર નથી.
'customer winback template' માટેનું પ્રદર્શન ડેશબોર્ડ કે જેમાં સંપર્ક કરાયેલા ગ્રાહકો, કન્વર્ઝન રેટ અને રિકવર કરેલા વેચાણની યાદી આપવામાં આવે છે. બૅકગ્રાઉન્ડમાં પર્પલ ગ્રેડિએન્ટ ધરાવતું એક મોટું વર્તુળ અને બે નાનાં વર્તુળ છે, જ્યારે જમણી બાજુએ આગળના ભાગમાં એક અશ્વેત પુરુષ, એક શ્વેત મહિલા અને એક એશિયન પુરુષ સાથે ત્રણ નાનાં વર્તુળ છે.

ઑટોમેશનનો ઉપયોગ શરૂ કરવા માટેનાં સંસાધનો

ઑનલાઇન કોર્સ

મહત્વપૂર્ણ સંદેશાઓ મોકલવા માટે માર્કેટિંગ ઑટોમેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખો.

કોર્સ લો 

હેલ્પ સેન્ટર

ઑટોમેશન બનાવવા માટે ત્વરિત જવાબો અને માર્ગદર્શિત પગલાંઓ મેળવો.

હેલ્પ સેન્ટરની મુલાકાત લો 

તમારા બિઝનેસને વિકસાવવામાં મદદ કરવા માટે ઑટોમેશન બનાવવાનું શરૂ કરો